મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અદાણી મુદ્દે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા, ભારત સાથેના સંબંધો અંગે કહી આ વાત

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. તેના પર અબજો ડોલરની લાંચનો અને સરકારી અધિકારીઓ અને અમ

અદાણી મુદ્દે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા, ભારત સાથેના સંબંધો અંગે કહી આ વાત

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. તેના પર અબજો ડોલરની લાંચનો અને સરકારી અધિકારીઓ અને અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેમની સામે અમેરિકન કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. ત્યારે આ સમગ્ર મામલે વ્હાઇટ હાઉસનું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ શું અમેરિકામાં ગૌતમ અદાણીની ધરપકડ થઈ શકે? જો દોષી સાબિત થશે તો શું થશે સજા

વ્હાઇટ હાઉસે જણાવ્યું કે તેઓ અદાણી ગ્રૂપના ચેરમેન અને ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાગેલા આરોપોથી વાકેફ છે. અમેરિકી વકીલોએ આરોપ લગાવ્યો છે કે આ કેસમાં ગૌતમ અદાણી અને અન્ય 7 આરોપીઓએ આંધ્ર પ્રદેશના એક વરિષ્ઠ અધિકારીને 1750 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. આરોપીઓમાં ગૌતમ અદાણીનો ભત્રીજો સાગર અદાણી પણ સામેલ છે. આરોપ છે કે અદાણી ગ્રુપે આ લાંચ ભારતના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે આપી હતી. અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તે જ સમયે, ભારત સરકારના અધિકારીઓએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
 
ગુરુવારે એક મીડિયા બ્રીફિંગમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે પત્રકારોને જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર અદાણી સામેના આરોપોથી વાકેફ છે. તેમણે કહ્યું કે, અમે આ આરોપોથી વાકેફ છીએ અને હું તમને ચોક્કસ માહિતી માટે SEC (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન) અને DOJ (જસ્ટિસ વિભાગ) પાસે જવા માટે જણાવીશ. 

ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત ગણાવતા જીન-પિયરે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત પાયા પર આધારિત છે. અમને વિશ્વાસ છે કે અમે આ મુદ્દાને અન્ય મુદ્દાઓની જેમ નેવિગેટ કરીશું. જેમ આપણે અન્ય મુદ્દાઓનું કરીએ છીએ.

અદાણી ગ્રુપનો જવાબ

ગુરુવારે અદાણી ગ્રૂપે યુએસના આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું હતું કે, અદાણી ગ્રીનના ડિરેક્ટરો પર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. અમે તેને ફગાવીએ છીએ.


અમેરિકન રિપોર્ટ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે અદાણીની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરીએ છીએ પરંતુ એવું થશે નહીં કારણ કે મોદી તેમને બચાવી રહ્યા છે.

ભાજપે રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પરના હુમલાની ટીકા કરતા કહ્યું કે, અમેરિકી અદાલતોમાં જે ચાર રાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં તે સમયે ભાજપની સરકારો નહોતી. ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, "કાયદો પોતાનો માર્ગ અપનાવશે."

આ સમાચાર શેર કરો