Modi Cabinet 3.0: PM મોદીએ પોતાની પાસે કયા મંત્રાલયો રાખ્યા? જુઓ દરેકનું લિસ્ટ
નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ત્રીજી સરકારમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. વડાપ્રધાન પ

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ત્રીજી સરકારમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. વડાપ્રધાન પદની સાથે મોદી ઘણા મહત્ત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી પણ સંભાળશે. તેઓ કર્મચારી, પરમાણુ ઉર્જા, અવકાશ મંત્રાલય અને તમામ મુખ્ય નીતિ વિષયક મંત્રાલયનો હવાલો સંભાળશે. આ સિવાય અન્ય વિભાગોની કમાન જે અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં આવી નથી તેની કમાન પણ પીએમ મોદીના હાથમાં રહેશે. મોદી 3.0માં મોટાભાગના મોટા કેબિનેટ મંત્રીઓના પોર્ટફોલિયોને જાળવી રાખવામાં આવ્યા છે. ટોપ-4ના પોર્ટફોલિયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.
નરેન્દ્ર મોદી હેઠળના વિભાગોની યાદી
- વડાપ્રધાન
- કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય
- પરમાણુ ઊર્જા વિભાગ
- અવકાશ વિભાગ
- તમામ મહત્ત્વપૂર્ણ નીતિ મુદ્દાઓ
- અન્ય એ તમામ વિભાગો જે કોઈપણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી
કેન્દ્રીય કેબિનેટ 2024: એવા મંત્રીઓ કે જેમના પોર્ટફોલિયોમાં કોઈ ફેરફાર થયો નથી
રાજનાથ સિંહઃ મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં રાજનાથ સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. અગાઉ પણ તેમની પાસે આ જ મંત્રાલય હતું.
અમિત શાહઃ અમિત શાહને ગૃહ અને સહકાર મંત્રાલયમાં પણ જાળવી રાખવામાં આવ્યા છે. અગાઉની સરકારમાં પણ તેમણે ગૃહ અને સહકાર મંત્રાલયની જવાબદારી સંભાળી હતી.
નીતિન ગડકરીઃ નીતિન ગડકરી રોડ અને હાઈવે મંત્રાલય જાળવી રાખશે.
નિર્મલા સીતારામન: નિર્મલા સીતારમણ, જે નવી રચાયેલી કેન્દ્રીય કેબિનેટમાં નાણાં અને કોર્પોરેટ બાબતોનું સંચાલન કરી રહ્યાં છે, તેમની પાસે અગાઉની સરકારમાં પણ આ મંત્રાલયો હતાં.
એસ. જયશંકર: એસ. જયશંકર અગાઉની મોદી સરકારમાં વિદેશ મંત્રી હતા. તેમનું મંત્રાલય પણ જાળવી રાખવામાં આવ્યું છે.
પીયૂષ ગોયલઃ પીયૂષ ગોયલ અગાઉની મોદી સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી હતા. આ વખતે ફરી તેમને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી મળી છે.
ધર્મેન્દ્ર પ્રધાન: ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ પ્રધાન અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાન તરીકે કામ કર્યું છે. આ વખતે તેમણે શિક્ષણ મંત્રાલય જાળવી રાખ્યું છે.
સર્બાનંદ સોનોવાલ: સર્બાનંદ સોનોવાલ અગાઉની મોદી સરકારમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ અને આયુષ મંત્રી હતા. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં તેમને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં જાળવી રાખવામાં આવ્યા છે.
વીરેન્દ્ર કુમારઃ ગત મોદી સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રહેલા વીરેન્દ્ર કુમારે તેમનું મંત્રાલય જાળવી રાખ્યું છે.
અશ્વિની વૈષ્ણવઃ અશ્વિની વૈષ્ણવ અગાઉની મોદી સરકારમાં રેલવે અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) મંત્રી હતા. આ વખતે તેઓ રેલ્વે અને આઈટી ઉપરાંત માહિતી અને પ્રસારણ મંત્રાલયનો હવાલો પણ સંભાળી રહ્યા છે.




