મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'સફળતાના અનેક બાપ હોય છે, હારનો એક', દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં મળેલી નિરાશા બાદ શું કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ હવે તેની સમીક્ષાઓ ચાલી રહી છે. 48 લોકસભા બેઠક

'સફળતાના અનેક બાપ હોય છે, હારનો એક', દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં મળેલી નિરાશા બાદ શું કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ હવે તેની સમીક્ષાઓ ચાલી રહી છે. 48 લોકસભા બેઠક ધરાવતા મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ભાજપના આવા પ્રદર્શન અંગેની જવાબદારી ડે. સીએમ. દેવેન્દ્ર ફડણવીસે પોતાના માથે લઈને પદ છોડવાની વાત કરી હતી. શુક્રવારે મોડી સાંજે અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ ફડણવીસે આજે નવા મુડમાં જોવા મળ્યા હતા. દેવેન્દ્ર ફડણવિસે કહ્યું કે, સફળતાના અનેક બાપ હોય છે, જ્યારે અપયશ- હારનો એક જ હોય છે. જ્યારે મેં પદ છોડીને પાર્ટી માટે કામ કરવાની વાત કરી તો તેને અન્ય રીતે લેવામાં આવ્યું. મેં મહારાષ્ટ્રમાં હારની જવાબદારી લીધી હતી. પરંતુ હું નિરાશ થનારાઓમાંનો નથી. ઉદ્ધવ ઠાકરે અંગે પણ નિવેદન આપ્યું હતું. 

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં નવેસરથી તૈયારીઓમાં લાગી જવાની જરૂરિયાત છે. ધાર્યું પરિણામ ન મળવા પાછળના કારણો શોધીને તેને દૂર કરવામાં આવશે. મેં મહારાષ્ટ્રમાં હારની જવાબદારી લઈને કહ્યું હતું કે, મને સરકારમાંથી મુક્ત કરીને સંગઠનનું કામ કરવાની તક આપવામાં આવે. દેવેન્દ્ર નિરાશ થનારા વ્યક્તિઓમાંનો નથી.  મેં અમિત શાહ સાથે મુલાકાત કરીને મારા મનમાં શું હતું તે જણાવ્યું હતું. અમિત શાહે કહ્યું કે, હાલ જેમ ચાલે છે તેમ ચાલવા દો. પછીથી જોઈશું.

ડે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું કોઈપણ ક્ષણે એક મિનિટ પણ શાંતિથી બેસવાનો નથી. મહારાષ્ટ્રમાં MVA અને અમારી વચ્ચે મતોનો બહુ ઓછો તફાવત છે. 'અમે ત્રણ પક્ષોથી નહીં પણ ચોથા પક્ષ (જુઠ્ઠાણાઓ) સામે પણ ચૂંટણી લડી રહ્યા હતા. અમને તેની અસર વિશે ચોથા તબક્કામાં ખબર પડી. આ બધી વાતો માત્ર એક જ ચૂંટણીમાં ચાલે છે.  

ખોટા જુઠ્ઠાણાંઓ ફેલાવવામાં આવ્યા કે ઉદ્યોગોને મહારાષ્ટ્રથી બહાર લઈ જવામાં આવ્યા છે. પરંતુ અમારા આવ્યા પછી સૌથી વધુ રોકાણ મહારાષ્ટ્રમાં આવ્યું છે. તેમ છતાં MVA વધુ એક જુઠ્ઠાણું તૈયાર કર્યું કે ઉદ્ધવ ઠાકરેને સહાનુભૂતિ છે પરંતુ ક્યાં જોવા મળી? ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં મરાઠી વોટોના કારણે નહીં પરંતુ એક વિશેષ સમુદાયના વોટને કારણે વિજયી થયા. મરાઠી લોકોના વોટ તેમને મળ્યા નથી. ઉદ્ધવ મુંબઈમાં માત્ર મુસ્લિમ વોટથી જીત્યા છે. ઘણી જગ્યાએ અમે માત્ર બેથી 3 ટકા વોટથી હાર્યા છીએ. 

આ સમાચાર શેર કરો