Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : West Bengal RG tax scam: Who was it to stop CBI? Shocking secrets revealed after the arrest of former MLA!

VIDEO: પશ્ચિમ બંગાળ RG કર કાંડ: CBI ને અટકાવનાર કોણ હતું? પૂર્વ MLA ની ધરપકડ બાદ ખુલ્યા ચોંકાવનારા રહસ્યો!

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આરજી કર મેડિકલ કોલેજમાં ડૉક્ટર સાથે બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાના મામલે પૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ અગાઉની મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

App Store

અગાઉની સરકાર પર ગંભીર આરોપો

શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉની તૃણમૂલ કોંગ્રેસ સરકાર આવા તત્ત્વોને ખુલ્લેઆમ આશ્રય આપતી આવી છે. તેમણે આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામેની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચાર્જશીટ દાખલ કરવા માટે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) માંગવામાં આવ્યું હતું, જેને મમતા બેનર્જી સરકારે દોઢ વર્ષ સુધી અટકાવી રાખ્યું હતું.

તેમણે કહ્યું કે, "અગાઉની સરકારે હંમેશાં ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓને રક્ષણ આપ્યું છે. સંદીપ ઘોષ સામે કાર્યવાહી માટે સેન્ટ્રલ એજન્સીઓએ એનઓસી માંગ્યું હોવા છતાં તેને લાંબા સમય સુધી દબાવી રાખવામાં આવ્યું હતું."

પીડિતાના અંતિમ સંસ્કાર પરિવારની પૂરતી સંમતિ અને નિયમો વિના ઉતાવળે કરાવીને પુરાવા નષ્ટ કરવાનો આરોપ છે.  કેસમાં નવી એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ દ્વારા ટ્રેસ કરીને પુરીની એક હોટલમાંથી નિર્મલ ઘોષની ધરપકડ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે કાયદાથી ઉપર કોઈ નથી અને આરજી કર કેસ સંબંધિત તમામ પાસાંઓની કડક તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે એજન્સીઓને સંપૂર્ણ કાનૂની મંજૂરી આપી દીધી છે જેથી તપાસમાં કોઈ અવરોધ ન આવે.