VIDEO: ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ: હાઇકોર્ટનો મોટો ચુકાદો
સોર્સ : gstv
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સુઓમોટો પિટિશનની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ મ્યુનિસિપલ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા તેમજ ટીપી વિભાગના અધિકારીઓ ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ કરાયો છે. બીજી તરફ, નિવૃત્ત થઈ ચૂકેલા ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસરના મામલે અલગ નોંધ લેવાઈ છે, જ્યારે મનસુખ સાગઠીયા પ્રોવિઝનલ પેન્શનના હકદાર રહેશે. જવાબદારી નક્કી કરતો હાઇકોર્ટનો આ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય છે.

