Rajkot: ટીઆરપી અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા ચીફ ફાયર ઓફિસર સામે ખાતાકીય તપાસના આદેશ

સોર્સ : GSTV
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં તાજેતરમાં જામીન પર છૂટેલા રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર સામે ખાતાકીય તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આદેશ કર્યો છે. ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
ઈલેશ ખેરના જામીન પર છૂટ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે ખાતાકીય તપાસ કરવાનો આદેશ કર્યો છે અને સરકારના એક નિવૃત્ત અધિકારીને તપાસ સોંપી 90 દિવસમાં રિપોર્ટ આપવા હુકમ કર્યો છે. આ તપાસમાં ઇલેશ ખેરે દરરોજ મનપામાં હાજરી પુરાવવાની રહેશે.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની પણ ધરપકડ કરવામાં આવી હતી અને એક વર્ષ જેલમાં રહ્યા બાદ તાજેતરમાં તેને જામીન મળ્યા હતા.

