"મસ્જિદો પરથી માઈક હટાવતા જ ખળભળાટ!" – પશ્ચિમ બંગાળના ટીટાગઢમાં પોલીસની મોટી કાર્યવાહી પર ભારે વિરોધ!

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ટીટાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા મસ્જિદો પરથી લાઉડસ્પીકર અને માઈક્રોફોન હટાવવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓની હાજરીમાં કરાયેલી આ કાર્યવાહી બાદ સ્થાનિક સ્તરે મોટો વિવાદ ઊભો થયો છે.
મૌખિક આદેશ સામે મુસ્લિમ સંગઠનોનો વિરોધ
મસ્જિદ સમિતિઓ અને મુસ્લિમ નેતાઓએ આ કાર્યવાહી સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે. તેમનો આરોપ છે કેસ પોલીસે મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા માટે માત્ર મૌખિક સૂચનાઓ આપી હતી, કોઈ લેખિત સરકારી નોટિસ કે આદેશ આપ્યો નથી. સંગઠનોએ માગ કરી છે કે, આ કાર્યવાહી માટેના ચોક્કસ નિયમો અને માર્ગદર્શિકા (SOP) સાર્વજનિક કરવામાં આવે.
ધ્વનિ પ્રદૂષણના નિયમો અંગે પોલીસનો ખુલાસો
બીજી તરફ, પોલીસ અને વહીવટીતંત્રનું કહેવું છે કે આ કાર્યવાહી કોઈ ચોક્કસ સંગઠન કે ધર્મને લક્ષ્ય બનાવીને કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટ, કલકત્તા હાઈકોર્ટ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે નિર્ધારિત કરાયેલા નિયમોનું પાલન કરાવવા માટે જ આ પગલું ભરવામાં આવ્યું છે.
મામલો કલકત્તા હાઈકોર્ટે પહોંચ્યો
પોલીસની આ મોખિક કાર્યવાહી અને તેની રીત સામે હવે કલકત્તા હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજી દ્વારા વહીવટીતંત્રના આદેશોની સ્પષ્ટતા માગવામાં આવી છે, જેથી હવે આ મામલે કોર્ટના સ્ટેન્ડ અને સરકારી જવાબ પર સૌની નજર રહેશે.

