VIDEO: મોબાઈલ મુદ્દે ગુસ્સે થઈને ટ્રેનમાં બેઠેલી સગીરા નવસારી ટ્રેક પરથી મળી આવી
સોર્સ : gstv
નવસારી રેલવે સ્ટેશન નજીક મુંબઈ-અમદાવાદ મેઈન લાઈન પરથી એક ૧૫ વર્ષીય સગીરા બેભાન હાલતમાં ટ્રેક પરથી મળી આવી હતી. બિહારના બતિયા જિલ્લાની આ વતની સગીરા મોબાઈલ જોવા બાબતે માતા સાથે માથાકૂટ થતાં ગુસ્સામાં આવીને ટ્રેનમાં બેસી ગઈ હતી અને હિમાચલ જવા માટે સુરત તરફ નીકળી હતી. મોડી રાત્રે અકસ્માતે તે નવસારી પાસે ચાલુ ટ્રેને નીચે પટકાઈ હતી. GRPF પોલીસે તાત્કાલિક ૧૦૮ મારફતે તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી અને તેની પાસેના મોબાઈલથી પરિવારનો સંપર્ક કરી તેમને બિહારથી બોલાવ્યા હતા. હાલ સારવાર મળ્યા બાદ સગીરાને સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે. સતત મોબાઈલ જોવાની જીદ અને તેના કારણે બાળકો પર થતી વિપરીત અસરોને લઈને આ ઘટના વાલીઓ માટે ગંભીર અને લાલબત્તી સમાન સાબિત થઈ છે.

