Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'We will not spare the culprits of Delhi blasts', PM Modi's challenge from Bhutan

VIDEO: 'દિલ્હી વિસ્ફોટના દોષીઓને છોડીશું નહીં, એના મૂળ સુધી પહોંચશું'; ભૂટાનથી PM મોદીનો લલકાર

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: 'દિલ્હી વિસ્ફોટના દોષીઓને છોડીશું નહીં, એના મૂળ સુધી પહોંચશું'; ભૂટાનથી PM મોદીનો લલકાર
સોર્સ : google

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે ભૂટાન પહોંચ્યા. ભૂટાનની રાજધાની થિમ્પુના એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભૂટાન સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. પીએમ મોદી 11-12 નવેમ્બરના રોજ ભૂટાનની મુલાકાતે છે. પીએમ મોદીએ ત્યાંથી દિલ્હી બ્લાસ્ટના દોષીઓને ધમકીભર્યો સંદેશ આપતા કહ્યું કે તેના મૂળ સુધી પહોંચીને સફાયો કરીશું.

App Store

વડાપ્રધાન મોદી ભૂટાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસની ઉજવણીમાં પણ હાજરી આપશે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે. પીએમ મોદીએ ભૂટાનમાં દિલ્હી વિસ્ફોટ પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

દિલ્હી વિસ્ફોટ પર વાત કરી

ભૂટાનમાં એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ દિલ્હી વિસ્ફોટ પર દુઃખ વ્યક્ત કરતા પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "દિલ્હી વિસ્ફોટથી બધાને દુઃખ થયું છે. આખો દેશ પીડિતોના પરિવારો સાથે ઉભો છે. આ વિસ્ફોટ પાછળના લોકોને છોડવામાં આવશે નહીં, અને તપાસ એજન્સીઓ તેના મૂળ સુધી પહોંચશે. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ આખી રાત તપાસ એજન્સીઓ સાથે સંપર્કમાં રહ્યા હતા.

ટોપિક્સ:PM ModiDelhi blastsgstv news