Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : We will make India a hub of biopharma, big talk of the budget

BUDGET 2026/ મોદી સરકાર ભારતને બાયોફાર્માનું હબ બનાવશે, MSME માટે 10 હજાર કરોડ ફાળવ્યા

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2026
લાઇવ ટીવીGoogle News
BUDGET 2026/ મોદી સરકાર ભારતને બાયોફાર્માનું હબ બનાવશે, MSME માટે 10 હજાર કરોડ ફાળવ્યા
સોર્સ : GOOGLE

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બજેટ વિશે માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા હતા. સંસદમાં 9મી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે, અમે 12 વર્ષ પહેલાં સરકાર સંભાળી ત્યારથી દેશની આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં અમારી સરકારે સતત ખેડૂતો, આદિવાસીઓ, મહિલાઓ અને યુવાનો સુધી વિવિધ યોજનાઓ પહોંચે તેવી રીતે કામ કર્યું છે. આપણે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.    

App Store

નાણા મંત્રી સીતારમણે જણાવ્યું કે PM મોદીનું ધ્યાન પછાત અને વંચિતોને આગળ લાવવા પર છે.નવા બનેલા કર્તવ્ય ભવનમાં આ બજેટ રજૂ કરતી વખતે અમારી સરકારે ત્રણ કર્તવ્ય નક્કી કર્યા છે.

આર્થિક વૃદ્ધિને વેગ આપવો અને ચાલુ રાખવો.
લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી, તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા.
સૌનો સાથ, સૌના વિકાસના ફોર્મ્યુલા સાથે સૌને તક ઉપલબ્ધ કરાવવી.

7 ટકાથી વધુનો ગ્રોથ કર્યો 

સીતારમણે કહ્યું કે, લોકોની યુનિવર્સલ સર્વિસ પર ધ્યાન આપવાથી 7% નો વૃદ્ધિ દર હાંસલ કરવામાં મદદ મળી છે. ગરીબી હટાવવા માટે અમે વિકસિત ભારતના વિઝન તરફ કામ કરતા રહીશું. લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટના વિઝન સાથે આગળ વધીશું. 

રિફોર્મ એક્સપ્રેસ - અમારી સરકાર ઉત્પાદન વધારવા અને વૃદ્ધિને વેગ આપવા માટે પ્રયાસો ચાલુ રાખી રહી છે. 
 
2025માં 350થી વધુ આર્થિક સુધારાઓ કર્યા.
આર્થિક વિકાસ માટે 6 સેક્ટરમાં સુધારો 
બાયો ફાર્મા સેક્ટરમાં 10 હજાર કરોડનું રોકાણ કર્યું

ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટે 40 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 1000 માન્ય ક્લિનિકલ સાઇટ્સ બનાવવામાં આવશે, જ્યાં વૈજ્ઞાનિક સમીક્ષા થઈ શકશે.સેમિકન્ડક્ટર મિશન - ઉત્પાદન અને ભારતીય IP બનાવવા, સપ્લાય ચેઇન બનાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે.
 
રેર અર્થ મટિરિયલ માટે ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં ડેડિકેટેડ ફેસિલિટી બનાવવાની પહેલ કરવામાં આવી છે. આ માટે ડેડિકેટેડ મિનરલ પાર્ક બનાવવામાં આવશે.જેના લીધે રેર અર્થ મટિરિયલ માટે ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં ડેડિકેટેડ ફેસિલિટી બનાવવાની પહેલ કરવામાં આવી છે. આ માટે ડેડિકેટેડ મિનરલ પાર્ક બનાવવામાં આવશે.