મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધી 175 લોકોના મોત; અમિત શાહે કહ્યું- કેરળ સરકારને ચેતવણી છતાં ધ્યાન ના આપ્યું

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી મૃતકોની સંખ્યા 175 થઇ ગઇ છે. મૃતકોમાં 89ની ઓળખ થઇ ગઇ છે. રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદનું અનુ

વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધી 175 લોકોના મોત; અમિત શાહે કહ્યું- કેરળ સરકારને ચેતવણી છતાં ધ્યાન ના આપ્યું

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી મૃતકોની સંખ્યા 175 થઇ ગઇ છે. મૃતકોમાં 89ની ઓળખ થઇ ગઇ છે. રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદનું અનુમાન છે.

કેન્દ્ર સરકાર કેરળના લોકો સાથે- અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર વાયનાડની આફત સામે લડવા માટે કેરળ સરકાર અને લોકો સાથે ઉભી છે.

23 જુલાઇએ કેરળમાં મોકલી હતી NDRFની ટીમ

વાયચનાડમાં આફતને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પહેલા જ ચેતવણી આપવામાં આવી હતી, માટે 23 જુલાઇએ અમે NDRFની 9 ટીમ મોકલી હતી.

131 લોકો હૉસ્પિટલમાં દાખલ છે જ્યારે 220 લોકોના ગાયબ થવાની ફરિયાદ નોંધવામાં આવી છે.ભૂસ્ખલન સોમવાર મોડી રાત્રે 2 વાગ્યે અને 4 વાગ્યે મુંડક્કઇ, ચૂરલમાલા, અટ્ટામાલા અને નૂલપુઝા ગામમાં થઇ હતી જેમાં ઘર, પુલ, રસ્તા અને ગાડીઓ તણાઇ ગઇ હતી. 

આર્મી, એરફોર્સ, NDRF અને SDRF, પોલીસ અને ડૉગ સ્કવોર્ડની ટીમ રેસક્યૂ ટીમ છે. મોડી રાત સુધી 1 હજાર લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું છે.3 હજાર લોકોને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં જણાવ્યું- 23-24 જુલાઇએ જ કેરળ સરકારને એલર્ટ કરવામાં આવ્યા હતા. સરકાર સમય રહેતા લોકોને હટાવતી તો આટલું નુકસાન ના થયું હોત.

ગૌતમ અદાણીએ કરી મદદ

ગૌતમ અદાણીએ કેરળ મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 5 કરોડ રૂપિયા ફંડમાં આપ્યા છે.

આ સમાચાર શેર કરો