મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એક એવી સમસ્યા જેનાથી દેશના 35 કરોડ લોકો પ્રભાવિત પણ ચૂંટણીના મુદ્દામાંથી જ ગાયબ, કોઇ પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ નથી ઉલ્લેખ

ગરમી શરૂ થતા જ પાણી સોના જેટલું કિંમતી બની જાય છે. વિશ્વની કુલ વસ્તીના 17% ભારતમાં રહે છે પણ અહીં દુનિયાનો માત્ર 4% ત

એક એવી સમસ્યા જેનાથી દેશના 35 કરોડ લોકો પ્રભાવિત પણ ચૂંટણીના મુદ્દામાંથી જ ગાયબ, કોઇ પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ નથી ઉલ્લેખ

ગરમી શરૂ થતા જ પાણી સોના જેટલું કિંમતી બની જાય છે. વિશ્વની કુલ વસ્તીના 17% ભારતમાં રહે છે પણ અહીં દુનિયાનો માત્ર 4% તાજા પાણીનો સ્ત્રોત છે. દેશની 140 કરોડની વસ્તીમાંથી 35 કરોડ લોકોને સુરક્ષિત પીવાનું પાણી મળતું નથી. આશ્ચર્યની વાત આ છે કે કોઇ નેતાએ આ ગંભીર મુદ્દો ઉઠાવ્યો નથી અને ના તો કોઇ રાજકીય પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે.

NITI પંચના રિપોર્ટ અનુસાર, દેશમાં હજારો લોકોએ પાણીની ભારે કમીનો સામનો કરવો પડે છે. વરસાદ પર ભારતની નિર્ભરતા આ સમસ્યાને વધારી દે છે કારણ કે ચોમાસુ અનિશ્ચિત બની ગયું છે. જળવાયુ પરિવર્તનથી પણ પાણીની કમીની સમસ્યા ગંભીર બની રહી છે.

બેંગલુરૂમાં જોવા મળ્યું જળ સંકટ

કર્ણાટકના પાટનગર બેંગલુરૂ છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી જળ સંકટ સામે ઝઝુમી રહ્યું છે. અહીં લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણીનું સ્તર છેલ્લા 5 વર્ષમાં માર્ચ મહિનામાં સૌથી ઓછું હતું. બેંગલુરૂ IT હબ છે, અહીં Google જેવી મોટી કંપનીઓ છે, અહીં પહેલાથી જ પાણીની સપ્લાય ઓછી કરી દેવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, બેંગલુરૂના 14,700 બોરવેલોમાંથી 6,997 સુકાઇ ગયા છે.

ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય જેવા કે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબમાં પાણીનું સ્તર 10 વર્ષની એવરેજ કરતા પણ ઓછું છે. ગત વર્ષે ચોમાસુ નબળુ રહ્યું હતું. છેલ્લા 100 વર્ષમાં ઓગસ્ટનો મહિનો સૌથી સૂકો રહ્યો હતો, આવું એટલા માટે કારણ કે તે સમયે અલ નિનો હવમાન પેટર્ન હેવી હતી. કેટલાક વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો હતો જ્યારે કેટલાક વિસ્તારમાં વધારે વરસાદ પડ્યો હતો.

બેંગલુરૂમાં પાણીની કમીનું શું છે કારણ?

બેંગલુરૂના 1.5 કરોડ લોકોને દરરોજ ઓછામાં ઓછા 2 અબજ લીટર પાણીની જરૂર પડે છે જેમાંથી 70% કરતા વધુ પાણી કાવેરી નદીમાંથી આવે છે. બેંગલુરૂને પાણીની કમીનો સામનો આ કારણે કરવો પડી રહ્યો છે કારણ કે કાવેરી નદી બેસિનમાં ઓછો વરસાદ પડ્યો છે. આ કારણે બેંગલુરૂના જળાશયોમાં પાણીનું સ્તર ઘણુ ઓછું થઇ ગયું છે. બેંગલુરૂનો મુખ્ય ડેમ ‘KRS ડેમ’ પોતાની ક્ષમતાના 28% કરતા ઓછા પાણીથી ભરેલો પડ્યો છે.

આ સિવાય પણ બેંગલુરૂમાં પાણીની કમી માટે કેટલાક કારણ જવાબદાર છે જેમાં શહેરની વધતી વસ્તી અને પાણીની બરબાદી પણ સામેલ છે. એક જમાનામાં લીલોતરી ધરાવતા વિસ્તારમાં હવે ટેકનોલોજી પાર્ક, ઉંચી ઉંચી બિલ્ડિંગ બની ગઇ છે. આ કારણે જમીનની નીચે પાણી સુકાવાની ક્ષમતા પણ ઘણી ઓછી થઇ ગઇ છે.

બેંગલુરૂમાં ગરીબ તબક્કાના લોકો પાણીની કમીથી સૌથી વધુ પ્રભાવિત છે. સાફ-સફાઇ અને સ્વચ્છતા માટે પુરતુ પાણી ના હોવાને કારણે તેમના સ્વાસ્થ્યને પણ ખતરો છે. લોકો ટેન્કરથી પાણી ભરવા માટે લાંબી લાંબી લાઇનો લગાવીને ઉભા રહેતા જોવા મળે છે. ગુજરાતમાં પણ કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆત થતા જ અનેક જળાશયોમાં પાણીનું સ્તર ઘટી ગયું છે.

ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાનું સ્વપ્ન કેવી રીતે થશે પૂર્ણ

મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યમાં શેરડી અને ડાંગર જેવી વધુ પાણી ધરાવતા પાકને ઉગાડવામાં આવે છે. પાણીની વધુ જરૂરીયાત હોવા છતા મહારાષ્ટ્ર દેશભરના 22% શેરડી એકલું ઉગાડે છે જ્યારે બિહાર માત્ર 4% જ ઉગાડી શકે છે. આ રીતે પંજાબમાં ડાંગરના ખેતરમાં ઉપયોગ થતા પાણીના 80% ભૂજળ સ્ત્રોતમાંથી જ આવે છે.

પાક ઉગાડવામાં જેટલુ પાણી લાગે છે એટલું જ પાણી નિકાસની સાથે દેશની બહાર જતું રહે છે. જો દેશમાં પાણીની કમી બની રહે છે તો તેનાથી ઉદ્યોગ-ધંધા અને શહેરીકરણ પણ પ્રભાવિત થશે, જે ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાના સ્વપ્નાને પૂર્ણ કરવામાં વિઘ્ન ઉભુ કરી શકે છે.

રાજકીય પક્ષોએ પાણીની સમસ્યા તરફ ધ્યાન આપવાની કેમ જરૂર?

સરકાર અને રાજકીય પક્ષો માટે ભારતમાં જળ સંકટ પર ગંભીરતાથી ધ્યાન આપવું ઘણું જરૂરી બની ગયું છે કારણ કે પાણી જ જીવનનો આધાર છે. પાણીની કમી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે પરંતુ આ મુદ્દા પર રાજકીય પક્ષોમાં ઇચ્છાશક્તિની કમી પણ જોવા મળી રહી છે.

પાણીની કમીથી લોકોના સ્વાસ્થ્ય, કૃષિ અને અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી શકે છે. જો આ સમસ્યાને હલ કરવામાં ના આવી તો દેશનો આર્થિક વિકાસ પ્રભાવિત થઇ શકે છે.

ચૂંટણી ઢંઢેરામાં રાજકીય પક્ષો આ સમસ્યાથી દૂર

દેશમાં જળ સંકટ સામે લડવા માટે રાજકીય પક્ષ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ઘણી જાહેરાત કરી શકતા હતા.

દેશમાં જળ સંકટ સામે લડવા માટે રાજકીય પક્ષ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ઘણી જાહેરાત કરી શકતા હતા.

  • નવા જળાશય એટલે કે ડેમ બનાવવાની જાહેરાત, વરસાદના પાણીને સ્ટોર કરીને તેનો યોગ્ય ઉપયોગ કરવા પર ભાર મુકી શકતા હતા.
  • ઓછા પાણી ધરાવતી ખેતીની ટેકનિકો અપનાવવા પર ભાર આપવાનો વાયદો કરી શકતા હતા.
  • પ્રદૂષિત પાણીને સાફ કરીને ફરી ઉપયોગમાં લાવવાનો સંકલ્પ લઇ શકતા હતા.
  • પાણીને બરબાદ થતા રોકવા માટે યોગ્ય પગલા ભરવાની વાત કરી શકતા હતા.
  • જો રાજકીય પક્ષ આ મહત્ત્વની વાતોને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરતા અને તેના પર ગંભીરતાથી ધ્યાન આપતા તો ભવિષ્યમાં જળ સંકટ સામે લડવું આસાન બની શકતું હતું. જળ સંકટ એક મોટો પડકાર છે પરંતુ સરકારની યોગ્ય ઇચ્છાશક્તિ અને પ્રયાસોથી તેનું સમાધાન કરી શકાય છે.

આ સમાચાર શેર કરો