મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Waqf Amendment Bill / ભાજપની નજર મુસ્લિમ સમુદાયની જમીન પર, કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ

લોકસભામાં આજે થોડી જ ક્ષણોમાં વક્ફ સંશોધન બિલ 2024 રજૂ કરવામાં આવશે. આ બિલ પર આજે ચર્ચા અ

Waqf Amendment Bill / ભાજપની નજર મુસ્લિમ સમુદાયની જમીન પર, કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ

લોકસભામાં આજે થોડી જ ક્ષણોમાં વક્ફ સંશોધન બિલ 2024 રજૂ કરવામાં આવશે. આ બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે. વિપક્ષે ચર્ચા માટે 12 કલાકનો સમય માગ્યો છે. પરંતુ સરકારે માત્ર આઠ કલાકનો સમય આપ્યો છે. વક્ફ સંશોધન બિલ 2024 રજૂ કરતી વખતે સદનમાં હોબાળો થવાની શક્યતા વધી છે. કારણકે, વિપક્ષ સાંસદો તેની વિરૂદ્ધમાં છે. ભાજપ, જેડીયુ, ટીડીપી, શિવસેના, લોજપા, આરએલડી સહિતના સાંસદોએ વક્ફ બિલના સમર્થનમાં વ્હિપ જારી કર્યું છે. 

લોકોના હિતમાં લેવાશે નિર્ણય

રાષ્ટ્રીય લોકદળના સાંસદ ડો. રાજકુમાર સાંગવાને કહ્યું કે, અમે એનડીએનો જ હિસ્સો છીએ. જેપીસીમાં તમામ લોકોએ પોતાના વિચાર રજૂ કર્યા છે. આજે આ બિલ રજૂ કરવામાં આવશે. સરકારે તમામ પાસાંઓને ધ્યાનમાં લઈને નિર્ણય લીધો છે. જે તમામના હિતમાં હશે.

વક્ફ બિલમાં 44 સુધારાઓ

સંસદીય સમિતિમાં કુલ 44 સુધારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 14 સુધારાને જગદંબિકા પાલની આગેવાની હેઠળની JPC દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. સંશોધિત બિલને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલ આજે રજૂ થવા જઈ રહ્યું છે, તો તે પહેલા વક્ફ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો જાણી લઈએ.

સરકાર અને આરએસએસની નીતિ યોગ્ય નહીં

સપા સાંસદ અવધેશ પ્રસાદે જણાવ્યું કે, વક્ફ સંપત્તિઓ પર સરકાર અને આરએસએસની નીતિ યોગ્ય નથી. તેઓ બધુ છીનવી લેવા માગે છે. સમાજવાદી પાર્ટી આ બિલની વિરૂદ્ધમાં છે.

આ સમાચાર શેર કરો