Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Chandrababu Naidu clears his stand on Waqf Bill issue

મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રબાબુ નાયડુ, સંસદમાં વકફ બિલ રજૂ થયા પહેલા જણાવ્યું પોતાનું સ્ટેન્ડ

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2025
લાઇવ ટીવીGoogle News
મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રબાબુ નાયડુ, સંસદમાં વકફ બિલ રજૂ થયા પહેલા જણાવ્યું પોતાનું સ્ટેન્ડ

વક્ફ સુધારા બિલ લોકસભામાં રજૂ થાય તે પહેલાં દેશમાં રાજકારણ ગરમાયું છે. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ કહ્યું છે કે, તે વક્ફ સુધારા બિલને સમર્થન આપશે. ટીડીપીએ કહ્યું કે, સીએમ ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમોના પક્ષમાં છે. ટીડીપી નેતા પ્રેમ કુમાર જૈને જણાવ્યું હતું કે, દેશભરના મુસ્લિમો સંસદમાં રજૂ થનારા વક્ફ સુધારા બિલ પર નજર રાખી રહ્યા છે.

App Store

ટીડીપી વકફ સુધારા બિલને સમર્થન આપશે

ટીડીપી નેતા પ્રેમ કુમાર જૈને જણાવ્યું હતું કે, દેશભરના મુસ્લિમો સંસદમાં રજૂ થનારા વક્ફ સુધારા બિલ પર નજર રાખી રહ્યા છે. ઘણા લોકોએ વકફ બોર્ડની લગભગ 9 લાખ એકર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. અમારો પક્ષ વકફ સુધારા બિલને સમર્થન આપશે.

'ટીડીપીએ હંમેશા વકફ મિલકતોનું રક્ષણ કર્યું છે'

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં કહ્યું હતું કે, ટીડીપી સરકારે હંમેશા વકફ મિલકતોનું રક્ષણ કર્યું છે અને તે ચાલુ રાખશે. જ્યારે સરકારી આદેશ જારી કરવામાં આવ્યો ત્યારે બિનજરૂરી વિવાદ સર્જાયો, તેથી જ્યારે કોર્ટનો માર્ગ પસંદ કરાયો ત્યારે એક સમય આવ્યો જ્યારે વકફ બોર્ડે કામ કરવાનું બંધ કરી દીધું. અમારી સરકાર આવ્યા પછી અમે તે આદેશ પર રોક લગાવી દીધી. બધાના અભિપ્રાય લઈને એક કાર્યકારી બોર્ડ બનાવ્યું. અમે વકફ બોર્ડની મિલકતોનું રક્ષણ કરીશું. અમે વંચિત મુસ્લિમ પરિવારોના આર્થિક ઉત્થાન માટે કામ કરીશું.

જેડીયુ અને એલજેપીનું વલણ

જેડીયુ નેતાઓના નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ આ બિલના સમર્થનમાં છે. JDU એ કહ્યું, વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બિલમાં એવું કંઈ નથી જે તેમના અધિકારો છીનવી લે. NDAની સાથી પાર્ટી LJP (R) ના પ્રમુખ ચિરાગ પાસવાને આ બિલ અંગે કહ્યું છે કે વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. 

ટોપિક્સ:Chandrababu Naiduwaqf-bill