'વોટર આઈડીને આધાર સાથે લિંક કરાશે',ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચની મિટિંગમાં મોટો નિર્ણય
આવનારા સમયમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચૂંટણી પંચે EPICને

આવનારા સમયમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચૂંટણી પંચે EPICને આધાર નંબરથી જોડવા માટે કલમ 326, આરપી અધિનિયમ, 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયોના અનુસાર, બંધારણીય નિયમોમાં રહેતા આ મામલે કામગીરી કરવામાં આવશે. આજે ચૂંટણી પંચ અને UIDAIની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ થશે
આ સંદર્ભમાં UIDAI અને ECIના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ થશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરે ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે આજે(18 માર્ચ, 2025) કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, UIDAIના CEO અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે તેના મુખ્ય મથક નિર્વાચન સદન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
ભારતીય બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે. જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે. તેથી, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે EPIC ને આધાર સાથે લિંક કરવાનું ફક્ત બંધારણની કલમ 326, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 23(4), 23(5) અને 23(6) અને WP (સિવિલ) નં. 177/2023 માં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર જ કરવામાં આવશે.
એક અહેવાલ મુજબ, 2021માં જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં સુધારો કર્યા પછી, ચૂંટણી પંચે સ્વેચ્છાએ મતદારો પાસેથી આધાર નંબર એકત્રિત કરવાનું શરૂ કર્યું. જોકે ચૂંટણી પંચે હજુ સુધી આધાર અને મતદાર ઓળખ કાર્ડ ડેટાબેઝને લિંક કર્યા નથી. આ પ્રક્રિયા ડુપ્લિકેટ મતદાર નોંધણીઓ ઓળખીને મતદાર યાદીને શુદ્ધ કરી શકાય તે માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેને આધાર સાથે લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું ન હતું. આ અંગે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે કેટલાક રાજ્યોમાં ખોટી આલ્ફાન્યૂમેરિક શ્રેણીને કારણે ફરીથી એ જ નંબરો જારી કરવામાં આવ્યા હતા.






