Video: દ્રશ્યમાનતા ઘટી

સોર્સ: gstv

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ વધવાને કારણે ઝેરી ધુમ્મસ ની ઘાટી ચાદર છવાઈ ગઈ છે. આ પ્રદૂષણના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દિવાળી પછી ફટાકડા, બાંધકામની ધૂળ અને ધીમી હવાના કારણે હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી ગઈ છે. આ પરિસ્થિતિના કારણે શ્વાસની તકલીફ ધરાવતા લોકો અને વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્યનું જોખમ વધ્યું છે. વહીવટીતંત્ર દ્વારા પ્રદૂષણ રોકવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત