Video: ગોપાલપુરમાં દરિયાના ઉગ્ર મોજાં

સોર્સ: gstv

ઓડિશાના ગોપાલપુર દરિયાકાંઠે ચક્રવાત અકવાનની અસર જોવા મળી રહી છે. ચક્રવાતની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થતાં દરિયામાં ઊંચાં મોજાં ઉછળ્યાં હતાં. ગોપાલપુરના દરિયાકાંઠે દરિયાના ઉગ્ર સ્વરૂપનાં દૃશ્યો સામે આવ્યાં છે. દરિયામાં ઊંચાં મોજાં ઉછળતાં તટીય વિસ્તારોમાં ચક્રવાતની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ચક્રવાતને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત