'એક ફોટો ખેંચાવીને કરી રાજનીતિ', IOA ચીફ પીટી ઉષા પર ભડકી વિનેશ ફોગાટ
રેસલર અને કોંગ્રેસ નેતા વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકને લઈને મોટો દાવો કર્યો છે. તેણે IOA ચીફ પીટી ઉષાએ શેર કરેલ

રેસલર અને કોંગ્રેસ નેતા વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકને લઈને મોટો દાવો કર્યો છે. તેણે IOA ચીફ પીટી ઉષાએ શેર કરેલા ફોટા અંગે નારાજગી દર્શાવી હતી. રેસલિંગ ફાઇનલમાં પહોંચેલી વિનેશ ફોગાટને તેના વજનને લીધે ફાઈટ માટે ગેરલાયક ઠેરવાઈ હતી. ફોગટને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે પીટી ઊષા તેમને મળવા આવ્યા હતા. IOA ચીફે ફોગટ સાથે પડાવેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટોને લઈને ઘણી ચર્ચા થઈ હતી.
જણાવી દઈએ કે વજન ઘટાડવાના પ્રયાસોમાં ફોગાટની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હાલમાં વિનેશ ફોટાગ કોંગ્રેસમાં જોડાઈ છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જુલાના સીટથી ટિકિટ આપી છે. રેસલરમાંથી રાજકારણી બનેલી વિનેશે આરોપ લગાવ્યો છે કે ઉષાએ ફોટો શેર કરીને રાજનીતિ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનેશે કહ્યું કે, 'મને ખબર નથી કે મને ત્યાં શું સમર્થન મળ્યું.' તેણે કહ્યું, 'પીટી ઉષા મેમ મને મળવા હોસ્પિટલ આવી હતી. એક ફોટો પણ ક્લિક કર્યો હતો. જેમ તમે કહ્યું તે પ્રકારે રાજકારણમાં બંધ દરવાજા પાછળ ઘણું બધું થાય છે. એ જ રીતે ત્યાં (પેરિસ) પણ રાજકારણ થયું. તેથી મારું મન તૂટી ગયું હતું.ઘણાં લોકો કહેતા હતા કે કુસ્તી ના છોડ.
ફોટો અંગે તેણે આરોપ લગાવ્યો છે કે આ ફોટો તેની જાણ બહાર લેવાયો હતો. તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. તમે હોસ્પિટલાં પથારીવશ હોવ ત્યારે બહારની દુનિયામાં શું થતું હોય તેની તને ખબર ના હોય. તેણે કહ્યું, 'તમે હોસ્પિટલના પથારીમાં છો, જ્યાં તમને ખબર નથી કે બહાર જીવન કેવી રીતે ચાલી રહ્યું છે. તમે જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો. આવી સ્થિતિમાં તમે મારી સાથે ઉભા છો એવું બતાવવા મારી જાણ બહાર જ ફોટો લીધો અને પછી સોશિયલ મીડિયામાં કહો છો કે તમે મારી સાથે ઊભા છો. આવી રીતે સમર્થન ના બતાવી શકાય. આ બધું દેખાડો છે.




