VIDEO:કોઈપણ મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે દબાણ કરી શકાતું નથી: મધ્યપ્રદેશ હાઈકોર્ટ
સોર્સ : gstv
મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે મહિલાઓના પ્રજનન અધિકારોને લઈને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે કોઈપણ મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે દબાણ કરી શકાતું નથી. સ્ત્રીનું ગૌરવ, માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સ્વતંત્રતા બંધારણીય અધિકાર છે. આ કેસમાં ઈન્દોર વિભાગના એક અગ્રણી દંપતીનો સમાવેશ થતો હતો. બે વર્ષ પહેલાં લગ્ન થયેલા આ દંપતી વચ્ચે વિવાદ વધતાં પત્ની અલગ રહેવા લાગી હતી. તે સમયે તે ૧૩ અઠવાડિયાની ગર્ભવતી હતી. મહિલાએ ગર્ભપાતની મંજૂરી માટે અરજી કરી હતી. ૨૩ જૂને આપેલા આદેશમાં હાઈકોર્ટે મહિલાને ગર્ભપાતની પરવાનગી આપી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદેસર સમયમર્યાદામાં સ્ત્રી એકલી જ નક્કી કરી શકે છે કે ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે નહીં. આ માટે પતિની સંમતિ જરૂરી નથી.

