VIDEO: પશ્ચિમ બંગાળ સરકારની સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની જાહેરાત
પશ્ચિમ બંગાળ સરકારે મહિલા સશક્તિકરણ તરફ એક ઐતિહાસિક પગલું ભરતા રાજ્યની સરક

પશ્ચિમ બંગાળ સરકારે મહિલા સશક્તિકરણ તરફ એક ઐતિહાસિક પગલું ભરતા રાજ્યની સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની તમામ પરિવહન સેવાઓ જેવી કે SBSTC, WBTC અને NBSTC ની બસોમાં મહિલાઓએ હવે કોઈ ટિકિટ ભાડું ચૂકવવું નહીં પડે.આ નિર્ણયનો હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો અને તેમની રોજગાર તેમજ શિક્ષણ સુધીની પહોંચને સરળ બનાવવાનો છે. આ યોજનાના અમલીકરણ સાથે જ કોલકાતા સહિત રાજ્યના વિવિધ ડેપો પરથી સરકારી બસોમાં મુસાફરી કરતી મહિલાઓના ખુશીથી ભરેલા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં તેમણે સરકારના આ લોકહિતના નિર્ણયને આવકાર્યો છે.




