VIDEO: સોનમર્ગમાં સાંજના સુહાના વાતાવરણનો પ્રવાસીઓએ ભરપૂર આનંદ માણ્યો
સોર્સ : GSTV
જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સોનમર્ગમાં સાંજના સુહાના વાતાવરણનો પ્રવાસીઓએ ભરપૂર આનંદ માણ્યો હતો. ઠંડા પવનો, હરિયાળા પર્વતો અને મનમોહક કુદરતી સૌંદર્ય વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા. સાંજના સમયે સોનમર્ગનું મનોહર દૃશ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.આ દરમિયાન ઝોજિલા ટનલ પ્રોજેક્ટને લઈને પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી દ્વારા ટનલ સંબંધિત મહત્વપૂર્ણ બ્લાસ્ટિંગ કાર્યક્રમ થવાનો હોવાથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ખાસ રસ જોવા મળી રહ્યો છે.ઝોજિલા ટનલ પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વચ્ચે વર્ષભર સરળ માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ બનશે તેવી અપેક્ષા છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને પ્રદેશના વિકાસ, પ્રવાસન અને વ્યૂહાત્મક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્થાનિક વેપારીઓ અને પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે ટનલ કાર્ય પૂર્ણ થયા બાદ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.

