VIDEO :આતંકવાદીઓની શોધમાં સુરક્ષા દળોનો ચુસ્ત ઘેરાવો
સોર્સ : GSTV
જમ્મુ-કાશ્મીરના રજોરી જિલ્લાના ગંભીર મુગલાન જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલું 'ઓપરેશન શેરુવાલી' આજે ૨૯મા દિવસે પણ પૂરજોશમાં ચાલુ છે. ડોરીમલના દુર્ગમ જંગલોમાં આતંકવાદીઓની ગતિવિધિઓને ડામવા માટે ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અત્યંત પડકારજનક ભૌગોલિક સ્થિતિ અને ગાઢ જંગલો હોવા છતાં જવાનો દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. આ વિસ્તારને સંપૂર્ણપણે સુરક્ષિત કરવા માટે સુરક્ષા દળો વ્યૂહાત્મક રીતે તૈનાત છે.

