મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ આ વૃદ્ધે એડલ્ટ સ્ટાર મિયા ખલીફા માટે રાખ્યું કરવા ચોથનું વ્રત, આરતી પણ ઉતારી

ગયા રવિવારે દુનિયાભરની ભારતીય મહિલાઓએ કરવા ચોથના તહેવારની ઉજવણી કરી હતી. પરિણીત મહિલાઓ માટ

VIDEO/ આ વૃદ્ધે  એડલ્ટ સ્ટાર મિયા ખલીફા માટે રાખ્યું કરવા ચોથનું વ્રત, આરતી પણ ઉતારી

ગયા રવિવારે દુનિયાભરની ભારતીય મહિલાઓએ કરવા ચોથના તહેવારની ઉજવણી કરી હતી. પરિણીત મહિલાઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે વ્રત રાખે છે. સાંજે ચંદ્રના દર્શન કર્યા બાદ ઉપવાસ તોડે છે. આજકાલ એવો ટ્રેન્ડ છે કે અપરિણીત છોકરીઓ પણ પોતાના પાર્ટનર કે મંગેતર માટે વ્રત રાખે છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વૃદ્ધનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા માટે વ્રત કરી રહ્યો છે. 

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વીડિયોને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે. ક્લિપમાં, વ્યક્તિ ટેરેસ પર ચાળણી અને માટીના દીવા સાથે પરંપરાગત થાળી પકડેલો જોવા મળે છે. તેની બાજુમાં જ દિવાલ પર મિયાં ખલીફાનો ફોટો લટકતો હતો. તે ચાળણી દ્વારા ચંદ્ર તરફ જુએ છે. આ પછી, મિયા ખલીફાના ચિત્રને પ્રતીકાત્મક રીતે પાણી આપે છે.

પરંપરાગત પોશાક પહેરેલા એક વૃદ્ધનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે મિયા ખલીફાની તસવીર સામે કરવા ચોથની વિધિ કરી રહ્યો છે. તેને ચાળણી દ્વારા જોયા પછી તે પાણી પીવડાવે છે. અને આરતી પણ કરે છે.

એક યુઝરે લખ્યું, "મિયા ખલીફા ખૂબ લાંબુ જીવન જીવે." એકે તેને ડરામણું ગણાવ્યું. તેણે લખ્યું, "આ ડરામણી છે: વૃદ્ધ વ્યક્તિ મિયા ખલીફા માટે કરવા ચોથની પૂજા કરે છે. દુનિયામાં શું ચાલી રહ્યું છે."

આ સમાચાર શેર કરો