VIDEO:ANDARNI VAAT/કોલકતાની ફૂટબોલ ગલીમાં ફીફા વલ્ડકપનો રંગ જામ્યો
વિશ્વભરમાં FIFA વર્લ્ડ કપનો ફીવર જામ્યો છે. ભારતમાં પણ કેરલમ્, કોલકતા અને તમિલનાડુ

વિશ્વભરમાં FIFA વર્લ્ડ કપનો ફીવર જામ્યો છે. ભારતમાં પણ કેરલમ્, કોલકતા અને તમિલનાડુમાં ફૂટબોલનો ક્રેઝ ચરમસીમા પર છે. કેરલમમાં ઘરે ઘરે ફીફા વલ્ડકપનો માહોલ છે ત્યારે કોલકતા કેમ બાકી રહે... કોલકતાના ફરિયાપુકુર વિસ્તારમાં આવેલી FIFA ગલીમાં ફૂટબોલનો રોમાંચક માહોલ જોવા મળી રહ્યો છે. આ ગલીમાં ગણપતિ સેવા દળ દ્વારા મકાનો, શેરી અને ગલીઓને બ્રાઝિલ, અર્જન્ટિના, પોર્ટુગાલ જેવી ટીમના રંગથી રંગી નાંખવામાં આવ્યા છે. ઘરની દિવાલ પર મેસ્સી, નેમાર, રોનાલ્ડો વગેરેના પેન્ટિંગ બનાવવામાં આવ્યા છે. આખી ગલીમાં જુદી જુદી ટીમ અને પોતાના ફેવરીટ ખેલાડીના કટ આઉટ લગાવવામાં આવ્યા છે. આવતા જતા લોકો ફીફા ફિવરની જમા માણે છે. ગલીના રોડને પણ જુદી જુદી ટીમના કલરથી રંગી નાખાવામાં આવ્યા છે. વાદળી, પીળો, લીલો અને રેડ જેવા રંગે રસ્તો રંગાઇ ગયો છે. ખેલાડી અને ટીમના ઉત્સાહ વધારવા માટે પેન્ટિંગ દોરાવામાં આવ્યા છે. ફીફા ગલીમાં 10થી 15 મકાન છે. દરેક મકાનની દિવાલ પર નેમાર, મેસ્સી કે રોલાન્ડો છે. સૌથી વધારે ફોટા અને કટ આઉટ મેસ્સી અને નેમારના છે. તેના પરથી સાબિત થાય છે તે મેસ્સી અને નેમારના પ્રસંશકોની સંખ્યા વધારે છે. ફીફા ગલીની રોનક જોવા આખા કોલકતા શહેરમાંથી અનેક લોકો આવે છે. તેઓ ફોટા અને સેલ્ફી લે છે.
ફીફા ગલીની શરુઆત 2014માં ફૂટબોલ પ્રેમી બે ભાઈઓએ કરી હતી. તેમણે ફૂલબોલ પ્રત્યેની દિવાનગીને કારણે સૌથી પહેલા 2014માં ફરિયાપુકુર આ ગલીને સજાવી હતી. 2018માં પણ ફીફા ગલીને Brazil ગલીનું નામ આપી સજાવવામાં આવી હતી. 2022માં ફીફા ગલીનો વિસ્તાર વધારાયો હતો. હવે 2026ના આખા વિસ્તારને વલ્ડકપના રંગે રંગી નાંખવામાં આવ્યો છે. ફીફા ગલીની સજાવટ કરનાર કહે છે, અમે બાળપણથી ફૂટબોલના દીવાના છીએ, 2014માં નાની સજાવટથી શરૂઆત કરી હતી. ધીરે ધીરે લોકો જોડાતા ગયા અને ફીફા ગલી પ્રખ્યાત થતી ગઇ. હવે અમે બધા ભેગા મળીને ગલીને સજાવટ કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે એક દિવસ ભારત પણ વર્લ્ડ કપમાં રમે.કોલકાતાને ભારતીય ફૂટબોલનું મેક્કા કહેવામાં આવે છે. આ શહેરના લોકોમાં ફૂટબોલ એક રમત નથી પણ લાગણી અને ઝુનુન છે.
- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી






