Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : fifa world cup 2026 four matches draw on single day historic record

FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો!

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો!
સોર્સ : GSTV
FIFA World Cup 2026: FIFA વર્લ્ડ કપ 2026માં ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ અદ્ભૂત રેકોર્ડ છે. 'ધ એથ્લેટિક' ના રિપોર્ટ મુજબ, વર્લ્ડ કપના ઇતિહાસમાં 68 વર્ષ પછી આવું બન્યું છે, જ્યારે એક જ દિવસે રમાયેલી ચારેય મેચ ડ્રો થઈ હતી. આ પહેલા 15 જૂન 1958ના રોજ આવો અનોખો નજારો જોવા મળ્યો હતો, જ્યારે એક જ દિવસે આઠ મેચ રમાઈ હતી.
App Store
 

કેપ વર્ડેએ સ્પેનને હરાવ્યું(એટલાન્ટા)

 
એટલાન્ટામાં દિવસની પ્રથમ મેચમાં સૌથી મોટો અપસેટ સર્જાયો. જેમાં કેપ વર્ડે જે પોતાનો પહેલો વર્લ્ડ કપ રમી રહ્યો હતો, તેણે વિશ્વના બીજા નંબરની ટીમ અને વર્તમાન યુરોપિયન ચેમ્પિયન સ્પેનને 0-0 થી ડ્રો પર રાખ્યો. કેપ વર્ડેનો બચાવ એટલો શક્તિશાળી હતો કે સ્પેનના સ્ટાર ખેલાડીઓ એક પણ ગોલ કરી શક્યા નહીં. 
 
 

ઇજિપ્ત અને બેલ્જિયમ ડ્રો(સિએટલ)

 
દિવસની બીજી મેચમાં ઇજિપ્ત અને બેલ્જિયમ સિએટલમાં ટકરાયા હતા. ઇમામ અશૌરના શાનદાર ગોલને કારણે ઇજિપ્ત તેમના પ્રથમ વર્લ્ડ કપ વિજયની નજીક પહોંચી ગયું. પરંતુ પછી બેલ્જિયમના રોમેલુ લુકકુ મેદાનમાં આવીને પ્રથમ મિનિટમાં જ ઓન ગોલ કર્યો અને મેચ 1-1 થી ડ્રો રહી.
 

ગ્રુપ H (મિયામી)માં બધુ બરાબર(મિયામી)

 
ત્રીજા મેચમાં ઉરુગ્વેનો સામનો મિયામી એરેના ખાતે સાઉદી અરેબિયા સામે થયો હતો. સાઉદી અરેબિયા મેચ જીતવાની નજીક હતું, પરંતુ મેક્સિમિલિયાનો અરાઉજોએ 80મી મિનિટે ઉરુગ્વે માટે બરાબરી કરી. મેચ પણ 1-1 થી ડ્રો રહી, જેના કારણે ગ્રુપ Hમાં ચારેય ટીમો (સ્પેન, કેપ વર્ડે, ઉરુગ્વે અને સાઉદી અરેબિયા) એક-એક પોઈન્ટ સાથે રહી ગઈ હતી.
 
 

ન્યૂઝીલેન્ડ અને ઈરાનની રોમાંચક મેચ(લોસ એન્જિલસ)

 
દિવસની અંતિમ મેચ લોસ એન્જિલસના સોફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ઈરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો, જે 2-2 થી ડ્રો રહ્યો હતો. ન્યૂઝીલેન્ડનો વર્લ્ડ કપમાં જીત વિનાનો સિલસિલો હવે સાત મેચ સુધી પહોંચી ગયો છે, જ્યારે ઈરાન તેનો પહેલો નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યું છે. આગામી મેચોમાં ઈરાન લોસ એન્જિલસમાં બેલ્જિયમનો સામનો કરશે, જ્યારે ન્યૂઝીલેન્ડનો સામનો વૈંકુવરમાં ઈજિપ્તનો સામનો કરશે.