VIDEO:રાજોકરી ફ્લાયઓવર પર થારની ટક્કર, બાઇક સવારનું મોત
સોર્સ : gstv
દિલ્હીના રાજોકરી ફ્લાયઓવર પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી થાર ગાડીએ બાઇક સવારને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ કમનસીબ મોત નીપજ્યું હતું. આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાડીચાલકની ધરપકડ કરવા માટે પોલીસ તપાસ ચાલી રહી છે.

