Video: કન્નુરમાં પેટ્રોલ પંપો પર દરોડા

સિવિલ સપ્લાય વિભાગની ટીમોએ કન્નુરના વિવિધ પેટ્રોલ પંપો પર દરોડા પાડીને ઇંધણના સેમ્પલ એકત્ર કર્યા છે. આ સેમ્પલોને ગુણવત્તા ચકાસણી માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે જેથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઇથેનોલનું મિશ્રણ થયું છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે. ગ્રાહકોના વાહનોને નુકસાન પહોંચવાની ફરિયાદો અને અન્ય રાજ્યોના વિવાદ બાદ તંત્ર દ્વારા આ કડક આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. જો મિશ્રણમાં ગેરરીતિ જણાશે તો સબંધિત સપ્લાયરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરાત







