Video: રાહત અને બચાવ કામગીરી ચાલુ

સોર્સ: gstv

લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર ઝીરો પોઇન્ટ નજીક એક અનિયંત્રિત પેસેન્જર બસ પલટી જતાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં ઘટનાસ્થળે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઇવરે સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત