મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:ચિક્કબલ્લાપુરમાં કેમ્પેગૌડા જયંતિ દરમિયાન ભાજપ, જેડી(એસ) અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા તણાવપૂર્ણ સ્થિતિ

કર્ણાટકના ચિક્કબલ્લાપુરમાં ક

આ સમાચાર સાંભળો

કર્ણાટકના ચિક્કબલ્લાપુરમાં કન્નડ ભવન ખાતે નાદપ્રભુ કેમ્પેગૌડાની જયંતિ ઉજવણી દરમિયાન ભાજપ, જેડી(એસ) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઈને કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. કાર્યક્રમ દરમિયાન વાતાવરણ તંગ બનતાં સ્થળ પર ધક્કામુક્કી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. સુરક્ષા દળોએ બંને પક્ષના કાર્યકરોને અલગ કરી વધુ તણાવ ફેલાતો અટકાવ્યો હતો. ઘટનાને પગલે કાર્યક્રમમાં થોડા સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો