VIDEO: દિલ્હી હવામા અચાનક પલટો
સોર્સ : GSTV
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને હીટવેવ બાદ અચાનક હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે. દિલ્હી-એનસીઆર ના અનેક વિસ્તારોમાં તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ અચાનક થયેલા ફેરફારથી દિલ્હીવાસીઓને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે અને તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઐતિહાસિક ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ પરથી સામે આવેલા દ્રશ્યોમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઇન્ડિયા ગેટ ખાતે ઠંડા પવન અને વરસાદની મજા માણતા કેમેરામાં કેદ થયા હતા. જોકે ધૂળની આંધી અને તેજ પવનને કારણે વિઝિબિલિટી ઓછી થતાં વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે

