મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : 'સ્ટાર્ટ રન – સ્ટોપ ડ્રગ્સ' જાગૃતિ મેરેથોનનો પ્રારંભ

તમિલનાડુના ત્રિચી ખાતે નશાખોરી સામે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે સ્ટાર્ટ રન – સ્ટોપ ડ્રગ

તમિલનાડુના ત્રિચી ખાતે નશાખોરી સામે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે સ્ટાર્ટ રન – સ્ટોપ ડ્રગ્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરે લીલી ઝંડી બતાવીને આ દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેરેથોનનો મુખ્ય હેતુ સમાજમાંથી નશાની બદીને જડમૂળથી દૂર કરવાનો અને ખાસ કરીને યુવા પેઢીને તેના દુષ્પરિણામો વિશે જાગૃત કરવાનો છે. કલેકટરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્વસ્થ સમાજ માટે ડ્રગ્સ મુક્ત વાતાવરણ અત્યંત આવશ્યક છે. દોડવીરોએ બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા નશા મુક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર માર્ગ પર ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નાગરિકોએ પણ આ પ્રયાસને ખૂબ જ સરાહના કરી હતી.

આ સમાચાર શેર કરો