Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: PM Modi gave guidance to people during yoga

VIDEO: પીએમ મોદીએ લોકોને યોગા દરમિયાન આપ્યુ માર્ગદર્શન

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હજારો યોગ પ્રેમીઓ સાથે યોગાભાસ કર્યો હતો.કાર્યક્રમ દરમિયાન એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં પીએમ મોદીએ સ્વયં નીચે બેસીને યોગ કરી રહેલા સહભાગીઓની મુદ્રા સુધારવામાં મદદ કરી હતી. પીએમ મોદીએ 'યોગ ફોર હેલ્ધી એજિંગ' થીમ પર ભાર મૂકતા જણાવ્યું કે, યોગ એ માત્ર કસરત નથી પરંતુ જીવન જીવવાની એક પદ્ધતિ છે. પીએમ મોદીની આ સરળ અને માર્ગદર્શક ભૂમિકાએ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો લોકોમાં અનેરો ઉત્સાહ અને પ્રેરણા ભરી દીધી હતી.

App Store