VIDEO:"મુંબઈની લાઈફલાઈન અટકી!"
સોર્સ : GSTV
મુંબઈની લાઈફલાઈન ગણાતી પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન સેવા આજે વહેલી સવારે જ ખોરવાઈ જતાં કામધંધે નીકળેલા હજારો દૈનિક મુસાફરો પારાવાર હાલાકીમાં મુકાયા હતા. દાદર સ્ટેશન નજીક અચાનક ઓવરહેડ વાયર તૂટી પડવાના કારણે એકપછી એક ટ્રેનોના પૈડાં થંભી ગયા હતા, અને આશરે ૪૦ મિનિટની ભારે મરામત બાદ ટ્રેનો માંડ ગોકળગાય ગતિએ શરૂ થઈ ત્યાં જ ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે પાવર ફેલ થતાં અપ-ડાઉન બંને તરફનો રેલ વ્યવહાર ફરીથી સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો. ટ્રેનો બંધ થતાં જ તમામ રેલવે સ્ટેશનો, ફૂટ ઓવર બ્રિજ અને સ્ટેશનની બહાર મુસાફરોની અભૂતપૂર્વ ભીડ એકઠી થઈ ગઈ હતી; આ ટેકનિકલ ખામીના કારણે રેલવે પ્રશાસન દ્વારા અનેક લોકલ ટ્રેનો રદ્દ કરવાની ફરજ પડી હતી અને આશરે બે કલાકની કડી મહેનત બાદ આખરે ટ્રેન વ્યવહાર ધીમે-ધીમે પૂર્વવત થઈ શક્યો હતો.

