Video: વાયદા બજારમાં જોવા મળી તેજી, ચાંદી રૂપિયા 3879 અને સોનું રૂપિયા 1615 મોંઘું થયું

આજે કારોબારી સત્ર દરમિયાન સોનું સોળસો પંદર અને ચાંદી ત્રણ હજાર આઠસો 79 મોંઘી થઈ છે. સોનાના ભાવમાં આજે શરૂઆતથી જ મજબૂતી જોવા મળી હતી. જૂના ક્લોઝિંગ ભાવ 1 લાખ 42 હજાર 552 રૂપિયા સામે આજે નવું ઓપનિંગ 1 લાખ 43 હજાર 562 રૂપિયા પર થયું હતું. દિવસ દરમિયાન બજારમાં નવી લેવાલી નીકળતા સોનાનો ભાવ વધીને 1 લાખ 44 હજાર 167 રૂપિયાની ઊંચી સપાટી સુધી પહોંચી ગયો હતો. જ્યારે દિવસનું નીચલું સ્તર 1 લાખ 43 હજાર 562 રૂપિયા રહ્યું હતું. આમ, એક જ દિવસમાં સોનામાં કુલ 1615 રૂપિયાનો તગડો વધારો નોંધાયો છે. બજારમાં માગ વધવાને કારણે ચાંદીનો ભાવ વધીને 1 લાખ 88 હજાર 979 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો. બજાર ખુલતાં જ કારોબારની વચ્ચે ચાંદીમાં કુલ 3879 રૂપિયાનો જંગી વધારો જોવા મળ્યો હતો.
જાહેરાત








