મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO_લખનૌ પોલીસે ડ્રગ્સનો નાશ કર્યો

ઉત્તર પ્રદેશની લખનૌ પોલીસે નશાખોરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન દહન અંતર્ગત એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિ

ઉત્તર પ્રદેશની લખનૌ પોલીસે નશાખોરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન દહન અંતર્ગત એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિવિધ દરોડા દરમિયાન જપ્ત કરેલા અંદાજે ૩૪૪.૮૭ કિલોગ્રામ જેટલા માદક પદાર્થો નો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને સંપૂર્ણ નાશ કર્યો છે. નાશ કરાયેલા નશીલા પદાર્થોમાં ચરસ  ગાંજો  સ્મેક અને હેરોઈન જેવી પ્રતિબંધિત વસ્તુઓ સામેલ હતી જેની બજાર કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે.વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ આ જથ્થાને ભઠ્ઠીમાં બાળીને નષ્ટ કરવામાં આવ્યો હતો. લખનૌ પોલીસ કમિશનરે જણાવ્યું કે યુવા પેઢીને નશાના દૂષણથી બચાવવા અને ડ્રગ માફિયાઓની કમર તોડવા માટે આ અભિયાન આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો