VIDEO: જમ્મુ-કાશ્મીરના NH-244 પર ડોડામાં ભૂસ્ખલન, ટ્રાફિક પુનઃસ્થાપિત થયો
સોર્સ : gstv
જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા વાહન વ્યવહારને અસર થયો છે..ડોડાના પ્રેમનગર વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે-244 પર ટ્રાફિક વ્યવહાર ઠપ થઈ ગયો હતો, જેને ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તા પર કાટમાળ અને પથ્થરો આવી જવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેને વહીવટીતંત્ર અને પ્રોજેક્ટ ટીમે સતત મહેનત બાદ સાફ કર્યો છે. હવે આ માર્ગ પર એક તરફી વાહનવ્યવહાર શરૂ થતાં સ્થાનિક લોકો અને મુસાફરોએ મોટી રાહત અનુભવી છે. હજુ પણ ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા અને માર્ગની સ્થિતિ જાણીને જ મુસાફરી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે..

