VIDEO: રાજસ્થાનના જયપુરમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ શહેરમાં ધોધમાર વરસાદ
સોર્સ : GSTV
રાજસ્થાનના પાટનગર જયપુરમાં આજે વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અજમેર-જયપુર હાઈવે પર પણ ભારે વરસાદ વરસ્યો હતો..જેના કારણે હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. આ અણધાર્યા વરસાદને પગલે કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી પરેશાન જયપુરવાસીઓને મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, અચાનક શરૂ થયેલા ભારે વરસાદને કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

