VIDEO:પ્રખ્યાત હિલ સ્ટેશન નૈનીતાલમાં ભારે વરસાદ
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા વરસાદના એલર્ટ વચ્ચે પ્રખ્યાત હિલ સ્ટેશન નૈનીતાલ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. મેદાની વિસ્તારોમાં પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે નૈનીતાલમાં અચાનક બદલાયેલા હવામાન અને મુશળધાર વરસાદને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે જેનાથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓને ગરમીથી મોટી રાહત મળી છે. હવામાન કેન્દ્ર દેહરાદૂન દ્વારા અગાઉથી જ નૈનીતાલ સહિત ઉત્તરાખંડના અનેક પહાડી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વરસાદની સાથે કેટલાક સ્થળોએ તીવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો અને કરા પણ પડ્યા હતા. ભારે વરસાદના કારણે નૈનીતાલના મુખ્ય આકર્ષણ સમાન નૈની લેક ના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે. અચાનક શરૂ થયેલા આ વરસાદથી મોસમ ખુશહનુમા બની ગયું છે, પરંતુ પહાડી રસ્તાઓ પર વાહન ચલાવવામાં મુશ્કેલી ઊભી થઈ છે.

