VIDEO: પૂર્વ IAS અધિકારી અને વી.કે. પાંડિયનના પત્ની સુજાતા રાઉત કાર્તિકેયન સત્તાવાર રીતે BJDમાં જોડાયાં છે.
ભુવનેશ્વર સ્થિત બીજુ જનતા દળની મુખ્ય કચેરી ખાતે આજે

ભુવનેશ્વર સ્થિત બીજુ જનતા દળની મુખ્ય કચેરી ખાતે આજે એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. પૂર્વ IAS અધિકારી અને વી.કે. પાંડિયનના પત્ની સુજાતા રાઉત કાર્તિકેયન સત્તાવાર રીતે BJDમાં જોડાયાં છે. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં પક્ષનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. આ દરમિયાન બીજેડી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સુજાતા રાઉત કાર્તિકેયનના આ નિર્ણયને ઓડિશાના રાજકારણમાં એક મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે. પક્ષમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે તેઓ રાજ્યની સેવા કરવા માટે નવી રાજકીય સફર શરૂ કરી રહ્યા છે.



