VIDEO: દિલ્હીના નરેલામા પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ
સોર્સ : GSTV
દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયાના સી-બ્લોકમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટાને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ૮ થી ૧૦ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. પ્લાસ્ટિકના જ્વલનશીલ મટીરીયલને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. સદનસીબે આ ગંભીર ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. હાલ ફાયર ફાઈટરો દ્વારા કુલિંગ ઓપરેશન ચાલુ છે

