VIDEO: આજે રાતે ઈરાન પર હુમલો કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
સોર્સ : gstv
ઈરાન સાથે યુદ્ધવિરામ તૂટ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરી મોટો અને ઘાતક હુમલો કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પના આ આક્રમક એલાન બાદ પશ્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્વમાં ભારે ચિંતા અને તણાવનો માહોલ ઉભો થયો છે. ટ્રમ્પની ચેતવણી સાથે જ ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર અમેરિકી યુદ્ધ વિમાનોની ભારે હલચલ શરૂ થઈ ગઈ છે. એરપોર્ટ ઓથોરિટીના ચેરમેને ખુલાસો કર્યો છે કે, 'યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ આવેલા અમેરિકી વિમાનોમાંથી આશરે 50 વિમાનો આજે પણ અહીં તૈનાત છે.' આ તમામ રીફ્યુલિંગ વિમાનો છે, જે હવામાં જ ફાઈટર જેટ્સમાં ઈંધણ ભરી શકે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાએ ઈરાન પર ગમે ત્યારે હવાઈ હુમલો કરવા માટે પૂરી ઘેરાબંદી કરી લીધી છે. અમેરિકાની આ સૈન્ય તૈયારીઓ સામે ઈરાને પણ 'અમે ડરતા નથી' તેવા તેવર બતાવ્યા છે.

