મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હી: ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અભિનેતા અક્ષય કુમારે કર્યો યોગાભાસ

આજે ૧૨મા

આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરમાં યોગમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને જાણીતા બોલિવૂડ અભિનેતા તથા ફિટનેસ આઈકોન અક્ષય કુમાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.  આ વર્ષે 'યોગ ફોર હેલ્ધી એજિંગ'ની થીમ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે ત્રણ હજાર જેટલા યોગ ઉત્સાહીઓએ સામૂહિક યોગ સત્રમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, યોગ હવે માત્ર ભારતની સરહદો સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે એક વૈશ્વિક જન આંદોલન બની ચૂક્યું છે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. 

આ સમાચાર શેર કરો