VIDEO: હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા અવરોધના કારણે વૈશ્વિક ઓઈલ બજારમાં ચિંતા
સોર્સ : GSTV
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા અવરોધના કારણે વૈશ્વિક ઓઈલ બજારમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. દરરોજ કરોડો બેરલ ક્રૂડ ઓઈલની સપ્લાય પ્રભાવિત થતાં અનેક દેશો પોતાના ઈમરજન્સી ઓઈલ ભંડારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ નિષ્ણાતોના મતે આ ભંડારો હવે અંતિમ તબક્કે પહોંચી રહ્યા છે. ઓઈલ ક્ષેત્રની અગ્રણી કંપનીઓએ આગામી અઠવાડિયામાં બજારમાં ભારે અસ્થિરતા અને ભાવવધારાની ચેતવણી આપી છે. વિશ્લેષકોના અંદાજ મુજબ બ્રેન્ટ ક્રૂડના ભાવ 150થી 160 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે, જે વિશ્વભરના અર્થતંત્ર અને સામાન્ય લોકોના જીવન પર સીધી અસર કરશે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલનું સંકટ લાંબું ચાલશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદીની દિશામાં ધકેલાઈ શકે છે.

