VIDEO: અબજોપતિ Zomatoના માલિકને મોલમાં ઘૂસવા ના દીધા, થયો કડવો અનુભવ
જીવનમાં આપણે લોકોને તેમના કપડાં, પગરખાં અને કાર દ્વારા માપવા લાગ્યા છીએ. જો તમે સારા કપડાં પહેરેલા

જીવનમાં આપણે લોકોને તેમના કપડાં, પગરખાં અને કાર દ્વારા માપવા લાગ્યા છીએ. જો તમે સારા કપડાં પહેરેલા ના હોય, તો મોટી- મોંઘી હોટલ, રેસ્ટોરન્ટ અને મોલ્સમાં પ્રવેશવું અશક્ય બની જાય છે. તમને દરવાજાથી જ પાછા મોકલી દેવામાં આવશે. આવું જ કંઈક Zomatoના CEO દીપેન્દ્ર ગોયલ સાથે થયું. અબજો રૂપિયાની સંપત્તિ ધરાવતા દિપેન્દ્ર ગોયેલ ઝોમેટો ડિલિવરી બોયના કપડાં પહેરીને ગુરુગ્રામના એક મોલમાં પહોંચ્યા ત્યારે તેમને મોલાં પ્રવેશ ન આપ્યો. એટલું જ નહીં તેઓને લીફ્ટનો ઉપયોગ પણ ન કરવા દેવાયો. આ સોશિયલ પ્રયોગ થકી દીપેન્દર ગોયલ એ જાણવા માંગતા હતા કે ડિલિવરી પાર્ટનર્સ સાથે લોકો દ્વારા કેવો વ્યવહાર કરવામાં આવે છે.
મોલ કલ્ચરે પોતાની વિચારધારા બદલવી પડશે
દીપન્દર ગોયલે આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લખ્યું કે, મારી સાથે થયેલી આ ઘટનાથી હું સમજી ગયો છું કે, આપણે મોલ ઈન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરવું પડશે. અમારા ડિલિવરી પાર્ટનરો સાથે કામ કરવાની સ્ટાઈલમાં સુધારો લાવવો પડશે. મોલ કલ્ચરે માણસો વિશેના તેમના વિચારોને સુધારવાની જરૂર છે. તેમણે ડિલિવરી પાર્ટનર્સ માટે પણ અલગ પોલિસી લાવવી પડશે. જે મોલમાં Zomato CEO શનિવારે ડિલિવરી એજન્ટ તરીકે ગયા હતા, ત્યાં તેમને ઓર્ડર લેવા માટે ત્રણ માળ ચડીને જવું પડ્યું હતું. દીપન્દર ગોયલ દ્વારા બીજી વખત ઓર્ડર ડિલિવરી દ્વારા એજન્ટોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો પોસ્ટ કરતી વખતે દીપેન્દ્ર ગોયેલે લખ્યું કે, તે તેની પત્ની ગ્રેસિયા મુનોઝ સાથે ગુરુગ્રામના એમ્બિયન્સ મોલમાં Zomato ડિલિવરી એજન્ટના કપડાં પહેરીને ગયો હતો. ત્યાંથી તેણે હલ્દીરામનો ઓર્ડર લીધો. સિક્યોરિટી ગાર્ડે તેમને મોલના પ્રવેશદ્વાર પર રોક્યા. તેમને કહેવામાં આવ્યું કે, સીડીનો ઉપયોગ કરવો પડશે. જ્યારે તેમણે લિફ્ટ વિશે માહિતી માગી તો ના પાડતા છેવટે તેમણે સીડીનો ઉપયોગ કરવો પડ્યો.
ઉપર પહોંચ્યા પછી પણ તેમને અંદર ન જવા દેવાયા. દીપેન્દર ગોયેલ અન્ય ડિલિવરી પાર્ટનરની જેમ જ સીડી પર રાહ જોતા ઊભા રહ્યા. ત્યાં તેમણે અન્ય ડિલિવરી પાર્ટનર સાથએ વાતો કરી. તેમને પડતી મુશ્કેલીઓ વિશે જાણ્યું. થોડા સમય પછી તેઓ અંદર જઈને તેમનો ઓર્ડર લઈ શક્યા.






