Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Big mistake in landing of Chhagan Bhujbal's helicopter in Pune, public outrage

VIDEO/ પુણેમાં છગન ભુજબળના હેલિકોપ્ટરના લેન્ડિંગમાં મોટી ચૂક, લોકોમાં ફેલાયો ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : twitter

પુણે: મહારાષ્ટ્રની ફડણવીસ સરકારના મંત્રી છગન ભુજબળના હેલિકોપ્ટર લેન્ડિંગમાં પાયલટની ગંભીર બેદરકારી સામે આવી છે. પુણેમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલા મંત્રીનું હેલિકોપ્ટર પાયલટે નિર્ધારિત હેલિપેડને બદલે સીધું જ કાર પાર્કિંગ વિસ્તારમાં ઉતારી દીધું હતું. આ ઘટનાને પગલે કાર્યક્રમ સ્થળે ભારે નાસભાગ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

App Store

શાળાના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા મંત્રી

મળતી માહિતી મુજબ, છગન ભુજબળ નાસિકથી પુણેના ખાનવડી ખાતે એક જિલ્લા પરિષદ શાળાના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા. હેલિકોપ્ટર જ્યારે લેન્ડ થવાનું હતું ત્યારે પાયલટે મોટી ચૂક કરી હતી. હેલિપેડ સ્પષ્ટ હોવા છતાં, હેલિકોપ્ટરને શાળાની બાજુમાં આવેલા કાર પાર્કિંગ એરિયામાં લેન્ડ કરવામાં આવ્યું હતું.

લોકોમાં ફેલાયો ફફડાટ

જે સમયે હેલિકોપ્ટર પાર્કિંગમાં ઉતર્યું, ત્યાં અનેક ગાડીઓ અને લોકોની અવરજવર હતી. અચાનક હેલિકોપ્ટરને પોતાની તરફ આવતું જોઈને લોકોમાં જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ વાહનને નુકસાન પહોંચ્યું નથી, પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ તેને મોટી બેદરકારી માનવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ફડણવીસ એક્શનમાં

આ સમગ્ર મામલાની જાણકારી મળતા જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને અત્યંત ગંભીરતાથી લીધી છે. CMએ પાયલટની આ બેદરકારી અંગે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક અસરથી આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાના આદેશ આપ્યા છે. DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) ના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે અંગે પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

પાયલટ સામે થઈ શકે છે કાર્યવાહી

નિષ્ણાતોનું કહેવું છે કે મંત્રી જેવા VIP વ્યક્તિના હેલિકોપ્ટર લેન્ડિંગમાં આવી ભૂલ અક્ષમ્ય છે. પાયલટને હેલિપેડના લોકેશનની જાણકારી અગાઉથી આપવામાં આવી હોય છે, તેમ છતાં પાર્કિંગમાં લેન્ડિંગ કેમ થયું તે તપાસનો વિષય છે. પાયલટનું લાયસન્સ સસ્પેન્ડ થવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે.