Video: નૌકાદળની તૈયારીઓ તેજ

મહારાષ્ટ્રના મુંબઈમાં ભારતીય નૌકાદળ દ્વારા એક્સરસાઇઝ સી વિજિલ-2026ને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ અભ્યાસ પૂર્વે નૌકાદળ દ્વારા ખાસ પ્રિપેરેટરી બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રીફિંગ દરમિયાન દરિયાઈ સુરક્ષા અને સંકલિત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. દેશના દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ અભ્યાસ યોજાશે. તેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન અને તૈયારીની ચકાસણી કરવામાં આવશે. સી વિજિલ-2026 દ્વારા દરિયાઈ સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
જાહેરાત






