Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: A massive fire broke out in a petrochemical plant in West Bengal's Haldia

VIDEO : પશ્ચિમ બંગાળના હલ્દિયામાં પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના હલ્દિયામાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીંના વોર્ડ નંબર ૧૩માં આવેલા ચિરાંજીપુર વિસ્તારના એક હાઈ-પ્રોફાઈલ પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે પ્લાન્ટમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટ અથવા કેમિકલ લીકેજના કારણે આ બ્લાસ્ટ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્લાન્ટની અંદર કોઈ કામદારો ફસાયા છે કે નહીં અને જાનમાલનું કેટલું નુકસાન થયું છે, તેની સત્તાવાર વિગતો હજુ મેળવાઈ રહી છે.

App Store