VIDEO: નાસિકમાં કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલ ખાતે એક ભવ્ય પાસિંગ આઉટ પરેડનું આયોજન
સોર્સ : GSTV
મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા પ્રતિષ્ઠિત કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલ ખાતે એક ભવ્ય પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પરેડ દરમિયાન સખત અને આધુનિક લશ્કરી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા જાંબાઝ આર્મી પાઇલટ્સ સત્તાવાર રીતે ભારતીય સેનાની એવિએશન વિંગમાં સામેલ થયા હતા. સેનાના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પરેડમાં પાસ આઉટ થયેલા ઓફિસર્સે શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ કરીને ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. તાલીમ દરમિયાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કેડેટ્સને વિશિષ્ટ મેડલ અને ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલ સેનાના હેલિકોપ્ટર પાઇલટ્સને યુદ્ધની કટોકટીની સ્થિતિ અને આધુનિક તકનીકો માટે સજ્જ કરે છે. આ પાઇલટ્સ આગામી સમયમાં દેશની સરહદોની સુરક્ષા, આતંકવાદી વિરોધી કામગીરી અને કુદરતી આફતો દરમિયાન રાહત કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવશે.

