મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 3 વર્ષનું બાળક રમતા રમતા ખુલ્લા બોરવેલમાં ખાબક્યું, તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉજ્જૈનના બદ્રનગર સ્થિત ઝાલરિયા ગામમાં એક 3 વર્ષનું બાળક રમતા રમતા ખુલ્લા બોરવેલમાં ખાબક્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.બાળકને સુરક્ષિત બહાર કાઢવા માટે જેસીબી મશીનો દ્વારા સમાંતર ખાડો ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઘટનાસ્થળે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન

સ્થળ પર એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે જેથી બાળક બહાર આવતા જ તેને તાત્કાલિક સારવાર આપી શકાય. ગ્રામજનો અને પોલીસની ટીમ બાળકની સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. આ ઘટનાએ ફરી એકવાર ખુલ્લા બોરવેલના જોખમ સામે લાલબત્તી ધરી છે. સૌ કોઈ બાળકના હેમખેમ બહાર આવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો