VIDEO : જૂન મહિનામાં ચાંદીમાં ૫૧,૦૦૦ તો, સોનામાં ૧૭,૦૦૦ નો કડાકો
સોર્સ : gstv
જૂન મહિનો સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે ભારે આંચકો લઈને આવ્યો છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ અંદાજે 17 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 51 હજાર રૂપિયા સુધી સસ્તી થઈ છે. કિંમતી ધાતુઓમાં આવેલા આ મોટા ઘટાડા બાદ હવે ઘણા રોકાણકારો ફરી ખરીદી તરફ વળી રહ્યા છે. નિષ્ણાતોના મતે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઘટતાં વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા ઓછી થઈ છે, જેના કારણે સોના જેવા સેફ હેવન એસેટની માંગમાં ઘટાડો થયો છે. સાથે જ રોકાણકારોએ મોટા પ્રમાણમાં પ્રોફિટ બુકિંગ કરીને શેરબજાર તરફ રોકાણ ખસેડ્યું છે. આ તમામ પરિબળોના કારણે જૂન મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે.

